તસ્કરોનો તરખાટ:ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરમાં શિયાળો જામતા જ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ગતરોજ રાતે જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ મોનાપાર્ક સોસાયટીમાં મસ્જીદ પાસેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ૧૨ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તસ્કરોને મુદ્દામાલ ઓછો પડતા તેઓએ ઘરમાં રહેલ સામાન વેરવિખેર કરી જાણે ગુસ્સો ઉતાર્યો હોય તેમ લાગી રહ્યું છે સાથે લોક તોડી સળિયા સેન્ટીંગમાં વપરાતા સળિયા મકાન પાસે જ નાખી જતા રહ્યા હતા ચોરી અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...