તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અંકલેશ્વરમાં ખેતીવાડી માટે મુકવામાં આવેલ બે વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરો બે જગ્યાએથી રૂપિયા 67 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા

અંકલેશ્વર શહેરની સીમમાંથી ખેતીવાડી માટે મુકવામાં આવેલ બે વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેમાં રૂપિયા 67 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા છે.

વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું

અંકલેશ્વર શહેરમાં આવેલ વ્રજવિલા સોસાયટી પાછળ આવેલ નાસિર મહમદ કદર મલેકના ખેતરમાં ખેતીવાડી માટે વીજ કંપની દ્વારા વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતુ. જેમાં વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને તેમાંથી સ્તડ તોડી, ઓઇલ ઢોળીને કોપર સાથે કુલ 44 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બંને વીજ ટ્રાન્સફોર્મરની ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો

તો આવી જ રીતે 66 કેવી અર્બન એસ.એસ.ની નજીક સીમમાં લગાવેલ ખેતીવાડીના વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને તેમાં 22 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને વીજ ટ્રાન્સફોર્મરની ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...