બંધ મકાનનાં તાળાં તૂટ્યાં:પાલેજની કલ્પનાનગર સોસાયટીમાં વેપારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ. 14.55 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો રોકડા 8 લાખ અને સોનાના ઘરેણાં મળી કુલ 14.55 લાખથી વધુની ચોરી કરી છૂમંતર
  • પરિવાર અજમેર ખાતે જતાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું
  • ચોરી અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાલેજની કલ્પનાનગર સોસાયટીમાં અનાજ-કરિયાણાના વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂપિયા 8 લાખ અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 14.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

પાલેજની કલ્પનાનગર સોસાયટીમાં રહેતા અબ્દુલ રસીદ હમીદ મેમણ પાલેજ બજારમાં અનાજ કરિયાણાનો હોલસેલનો વેપાર કરે છે. જેઓ ગત તારીખ 5મી મેના રોજ પોતાનું મકાન બંધ કરી અજમેર ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા 8 લાખ મળી કુલ રૂ. 14.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચોરી અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...