વીજ કેબલની ચોરી:અંકલેશ્વરનાં સજોદ ગામની સીમમાં જેટકો કંપનીના 66 કેવી સબ સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવ્યું, આઇસોલેટર બ્લેડો અને કોપરના જંપરની ચોરી કરી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 4.95 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર
  • ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરનાં સજોદ ગામની સીમમાં જેટકો કંપનીના દ્વારા બનાવવામાં આવેલા 66 કેવી સબ સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ આઇસોલેટર બ્લેડો અને કોપરના જંપર મળી કુલ 4.94 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બાદ ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ બાદ પડી રહેલી ઠંડીને પગલે ચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં તસ્કરોને મોકલું મેદાન મળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામની સીમમાં જેટકો કંપનીનું 66 કેવી સબ સ્ટેશન આવેલું છે જે સબ સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તસ્કરો દીવાલવાળા કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને અંદર ખુલ્લામાં પડેલા આઇસોલેટર બ્લેડો નંગ 27 અને કોપર ફ્લેક્જિબલ જંપર મળી કુલ 4.95 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે જેટકો કંપનીના અધિકારીએ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...