તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર કેમેરામાં કેદ:અંકલેશ્વર શહેરના મોદી નગરની બાજુમાં આવેલ ધનજીભાઈની ચાલમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું, બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા

ભરૂચ10 દિવસ પહેલા
 • ચોરીને અંજામ આપનાર બે તસ્કરો બાઇક પર આવ્યા હતા
 • મકાન માલિક બહાર હોવાથી કેટલાના મુદ્દામાલની ચોરી થઈ તે જાણી શકાયું નથી

અંકલેશ્વર શહેરના મોદી નગરની બાજુમાં આવેલ ધનજીભાઈની ચાલમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીને અંજામ આપનાર બે તસ્કરો નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

ચોરીની ઘટના અંગે પાડોશીઓએ તારા દલાલને જાણ કરી

અંકલેશ્વર શહેરના મોદી નગરની બાજુમાં આવેલ ધનજીભાઈની ચાલમાં રહેતા તારા દલાલ પોતાનું મકાન બંધ કરી પરિવારજનો સાથે બહાર ગયા હતા. જેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને મકાનમાં રહેલ તિજોરીને નિશાન બનાવી હતી. અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

મકાન માલિક બહાર હોવાથી કેટલાના મુદ્દામાલની ચોરી થઈ તે જાણી શકાયું નથી. જેમાં ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બાઇક પર આવેલ બે તસ્કરોએ મકાનને નિશાન બનાવી મુદ્દામાલની ચોરી કરી લઈ જતાં નજરે પડી રહ્યા છે. ચોરીની ઘટના અંગે પાડોશીઓએ તારા દલાલને જાણ કરી છે. તેમાં ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો