તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો સીસીટીવીમાં કેદ:પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ દાલમિયા કેમિકલ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી, 1.35 લાખનો મુદ્દામાલ ચોર્યો

ભરૂચ24 દિવસ પહેલા
  • તસ્કરો કંપનીના ખુલ્લા સ્ટોર એરિયામાં રહેલ એસ.એસ.ના સાધનો મળી કુલ 1.35 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ દાલમિયા કેમિકલ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી વિવિધ એસ.એસનો સામાન મળી કુલ 1.37 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વૈકુંઠ મેઘા ટાઉન ખાતે રહેતા મનોજ બિહારીલાલ દવે અન્ય ચાર ડાયરેકટર સાથે મળી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલી દાલમિયા કેમિકલ કંપની ચલાવે છે. જેઓ ગત તારીખ-30મી ઓગસ્ટના રોજ સાંજના સમયે કંપની બંધ કરી ઘરે ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ બંધ કંપનીને નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીનો પાછળનો ગેટ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો.

કંપનીના ખુલ્લા સ્ટોર એરિયામાં મુકેલ બોલ વાલ્વ નંગ-12,ટેન્કર કેમ્પ-1,ફલેચ નંગ-8 અને એલ્બો નંગ-6 તેમજ સ્ટેફન નંગ-4 મળી કુલ 1.35 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં બે તસ્કરો કંપનીમાં દાખલ થયા છે અને ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...