તસ્કરોનો આતંક:ભરૂચ શહેરની અયોધ્યાનગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ. 6 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • લોખંડની ગ્રીલનો નકૂચો તોડી રોકડા રૂ. 20 હજાર સહિત સોનાના ઘરેણાંની ચોરી કરી
  • પરિવાર મહિલાની સારવાર કરાવવા મુંબઈ ગયો, ત્યાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
  • ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ભરૂચ શહેરના લિન્ક રોડ ઉપર આવેલી અયોધ્યાનગર સોસાયટીના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા રૂ. 20 હજાર મળી કુલ રૂ. 6 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ભરૂચ શહેરના લિન્ક રોડ ઉપર આવેલી અયોધ્યાનગર સોસાયટીના મકાન નંબર-3277માં રહેતા પુષ્પા હિતેશ ખુમાન પોતાની ત્રણ દીકરીઓ અને પુત્ર સાથે રહે છે. જેમનું ગાંઠનું ઓપરેશન મુંબઈ ખાતે કર્યું હોવાથી તેમની સારવાર ચાલે છે. જેઓ ગત તારીખ 25 નવેમ્બરના રોજ મકાન બંધ કરી મુંબઈ ખાતે ગયા હતા.

તેમના બંધ મકાનને ગત તારીખ 1લી ડિસેમ્બરથી 3જી ડિસેમ્બરના વચ્ચે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આગળના ભાગે આવેલી લોખંડની ગ્રીલનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ મકાનમાં રહેલા સોનાના ઘરેણાં તેમજ રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ રૂ. 6 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...