તસ્કરી:દહેજના કોલીયાડમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો

દહેજના કોલીયાડ ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

દહેજના કોલીયાડ ગામના ડેરી ફળિયામાં રહેતા દશરથસિંહ મહેન્દ્રસિંહ મકવાણા ગત તારીખ-16મી નવેમ્બરના રોજ પોતાના સાળાના લગ્ન માટે કરજણ ખાતે ખરીદી કરવા ગયા હતા. જેઓ ખરીદી કર્યા બાદ કેશરોલ ખાતે તેઓની સાસરીમાં રોકાઈ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોનાના ઘરેણાં મળી કુલ 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ચોરી અંગે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...