તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ભરૂચમાં તસ્કરોનો તરખાટ, 5 દુકાનમાં ચોરી

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
જય કોમ્પલેક્સની દુકાનનું શટર તસ્કરો ઉચું કરી નાખ્યું હતું. - Divya Bhaskar
જય કોમ્પલેક્સની દુકાનનું શટર તસ્કરો ઉચું કરી નાખ્યું હતું.
 • શહેરમાં સ્ટેચ્યુ પાર્ક પાસેની નંદનવન- સ્ટેશન રોડ પરના જય કોમ્પ્લેક્સની દુકાનોને નિશાન બનાવી
 • મુખ્યમાર્ગો પરની જ દુકાનોને ટાર્ગેટ કરતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યાં

ભરૂચ શહેરમાં સ્ટેચ્યુ પાર્ક નજીક આવેલા શોપિંગમાં ગતરાત્રીએ પાંચ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.બનાવ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરીને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.બનાવની મળતી માહિતી ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક નજીક મુખ્ય માર્ગ ઉપર નંદનવન કોમ્પ્લેક્સ આવેલું છે.જેમાં અલગ ચીજ વસ્તુઓની દુકાનો આવેલી છે. જે શોપિંગના દુકાન ધારકો બુધવારે રાત્રીના પોતાની દુકાનો બંધ કરીને ઘરે ગયા હતા.ત્યાર બાદ બુધવારની મોડી રાત્રીના મુખ્ય માર્ગ ઉપર આવેલી ચાર જેટલી દુકાનોમાં તસ્કરોએ ત્રાટકીને તાળા તોડીને ચોરી કરી હતી.

જેમાં સાંઈ ઈલેક્ટ્રિક ,વેફર્સની દુકાન, અને બંધ દુકાનોમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો.જ્યારે બીજી તરફ સ્ટેશન રોડ પર આવેલા જય કોમ્પલેક્સમાં સાડી અને ડ્રેસ મટીરીયલની દુકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જોકે ચોરીની ઘટના દુકાનમાં રહેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.બનાવ મામલે દુકાન ધારકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસના માણસો સ્થળ મુલાકાત લઈને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો