તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોર CCTVમાં કેદ:ભરૂચનાં બુદ્ધદેવ માર્કેટમાં આવેલ કપડાંની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો, સૌ મીટરના અંતરે જ પોલીસ ચોકી હોવા છતાં ચોરો બિન્દાસ્ત

ભરૂચ12 દિવસ પહેલા
 • રાત્રે તસ્કરો હિંમતભેર આવી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા

ભરૂચના બુદ્ધદેવ માર્કેટ ખાતે એક કપડાંની દુકાનમાં રાત્રીના સમયે તસ્કરો બિન્દાસ્ત પણે ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ઓટો રિક્ષામાં આવી ચોરોએ બેફિકર થઇ ચોરી કરી હતી. આ ઘટના ઘટી તેના સૌ મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલ છે.

ચોરો થોડી જ વારમાં આખે આખી દુકાન સાફ કરીને ફરાર થયા

ભરૂચના બુદ્ધદેવ માર્કેટ ખાતે આવેલ રોનક ફેશન નામની કપડાંની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાતે 10.30 કલાકે એક તરફ વાહનોની આવન જાવન શરુ હોય ત્યારે જ ચારથી પાંચ તસ્કરો રીક્ષા લઈને આવ્યા હતા. જે પૈકી એક તસ્કર શટર ઊંચુ કરી દુકાનની લાઈટ ચાલુ કરે છે. અને ત્યાર બાદ એક પછી એક એમ મોટા ત્રણથી ચાર પોટલા રીક્ષામાં નાખી દે છે. અને થોડી જ વારમાં આખે આખી દુકાન સાફ કરીને ફરાર થઇ જાય છે.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

તસ્કરો બિન્દાસ્તપણે કોઈ પણ ડર વગર જાણે વેપારી પોતાના જ શો રૂમનો સામાન અન્ય જગ્યાએ ફેરવી રહ્યો હોય તે રીતે સામાનની ચોરી કરી નાખે છે. ચોરીની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ ઘટના ઘટી તેના સૌ મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલ છે. છતાં આ તસ્કરો પોલીસને માત આપી બિન્દાસ્તપણે ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અને પોલીસને પડકાર ફેંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો