ઘરફોડ ચોરી:ભરૂચના ચાવજ ગામ પાસે આવેલા બંગલોમાં તસ્કરો ત્રાટક્યા, 5 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ભરૂચના ચાવજ ગામ પાસે આવેલ રચના બંગ્લોમાં તસ્કરોએ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયરના મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ 4.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મૂળ બિહાર અને હાલ ભરૂચના ચાવજ ગામ પાસે આવેલ રચના બંગ્લોમાં ભાડેના મકાનમાં રહેતા જોનીકુમાર શ્યામાનંદન હિંદુ ભરૂચ રેલ્વે સ્ટેશન સિગ્નલ વિભાગમાં સીનીયન સેક્શન એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તારીખ-26મી ઓક્ટોબરના રોજ છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે વતન બિહાર ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા મળી કુલ 4.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જોનીકુમાર શ્યામાનંદન હિંદુએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...