તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરફોડ ચોરી:અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, બંને મકાનોમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળી રૂ.3.57 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિરામણ ગામની નવી નગરી મિશન હાઉસની સામેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા
  • ગડખોલ ગામની ઓમ સાઈ રેસિડેન્સીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ નવી નગરી મિશન હાઉસની સામેના બંધ મકાન અને ગડખોલ ગામની ઓમ સાઈ રેસિડેન્સીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.57 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પિરામણ ગામમાં તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ચોરી કરી

અંકલેશ્વરના પિરામણ ગામની નવી નગરી મિશન હાઉસની સામે રહેતા અબ્દુલ સઇદ અબ્દુલ રજાક શેખ મેઘા ઓટો મોબાઈલ મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં વર્કશોપમાં સર્વિસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગતરોજ પોતાનું મકાન બંધ કરી સાસરીમાં ભરૂચની ઊંડાઇ વિસ્તારમાં આવ્યા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.64 લાખના મુદ્દામાલની ચોરી

તો આવી જ રીતે ગડખોલ ગામની ઓમ સાઈ રેસિડેન્સીમાં રહેતા રમેશકુમાર રામમૂરત પાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લુપિન ફાર્માસિટિકલ કંપનીમાં નોકરી કરે છે. તેઓ 5મી જૂનના રોજ નોકરી પર ગયા હતા. તે દરમિયાન તેઓનો પરિવાર મકાન બંધ કરી અગાસી પર સુવા માટે ગયા હતા. તે વેળા તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.64 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...