આખે આખુ ATM ઉઠાવી ગયા:અંકલેશ્વરમાં નવજીવન હોટલ આવેલુ આખે આખુ ATM મશીન તસ્કરો ઉઠાવી ગયા, પોલીસ દોડતી થઇ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ગુનો ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • હાઇવે પર અકસ્માત થતાં રાત્રે 1.30 વાગ્યા સુધી પોલીસે વાહન વ્યવહાર સુચારૂ કરાવ્યો, બાદમાં તસ્કરોએ ખેલ પાડ્યો

રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ વધી રહીં છે, તસ્કરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. ત્યારે ભરૂચમાં તો આખે આખુ ATM મશીનની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર નવજીવન હોટલની બાજુમાં આવેલા શોપિંગ સ્થિત ખાનગી બેંકનું આખે આખુ ATM લઇને તસ્કરો ફરાર થઇ ગયાં છે.

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર આવેલી નવજીવન હોટલની બાજુમાં આવેલા શોપિંગમાં ખાનગી બેંકનું ATM સેન્ટર આવેલું છે. જે ATM સેન્ટરને રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ ATMમાં તોડફોડ કરી આખે આખું મશીન ઉઠાવી ફરાર થઈ ગયા હતા.

ATM મશીનની ઉઠાંતરીની ઘટનાને પગલે પોલીસ વિભાગ દોડતું થઈ ગયું છે. મશીનમાં કેટલી રકમ હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી. ઘટનાના પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યા હતો અને ચોરી અંગે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે હાલ તો સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા કવાયત હાથ ધરી છે.

તસ્કરોએ એટીએમ ચોરવા આખું સેન્ટર તોડી નાખ્યું
હિટાચી એ.ટી.એમ સેન્ટરમાં તસ્કરો આંખે આખું એ.ટી.એમ ઉઠાવી ગયા હતા એટલું જ નહિ એ.ટી.એમ સેન્ટરના ભારે તોડફોડ કરી હતી કાચ તોડી નાખ્યા હતા સીસીટીવી ફૂટેજ સહીત અંદર રહેલા બેટરી ઓ પણ ઉખાડી નાખી હતી. જાહેર માર્ગ પર એ.ટી.એમ હોવા છતાં તસ્કરો બે ખોફ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો.

CCTV- સિક્યુરિટી ગાર્ડ વિના એટીએમ ભગવાન ભરોસે
હિટાચી મની સ્પોર્ટના નામે પ્રાઇવેટ એ.ટી.એમ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં દરેક બેંક સાથે કનેક્ટિવિટી ધરાવે છે. ત્યારે એ.ટી.એમ સેન્ટર દિવસે એક માત્ર ગાર્ડ ફરજ બજાવે છે. એ.ટી.એમ સેન્ટર માં લાગેલા સીસીટીવી અંગે પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા થોડા સમયથી બંધ હોવાની વિગતો સપાટીએ ગાર્ડની પૂછપરછ દરમિયાન આવી છે. ત્યારે બાજુની અન્ય દુકાનના સીસીટીવીના ફૂટેજમાં બોલેરો પિકઅપ જીપમાં તસ્કરો આવ્યાં હોવાનું જણાયું હતું.

તમામ ઘટનામાં કોઇ કનેક્શન છે કે કેમ તે તપાસ કરવામાં આવશે
એ.ટી.એમ ચોરી હજી સુધી કેટલી રોકડ ગઈ છે એ સ્પષ્ટ નથી. આજુબાજુ ના સીસીટીવી ફૂટેજ પર થી શંકાસ્પદ પીકઅપ ગાડી નજરે પડે છે પણ હજી સ્પષ્ટ નથી. આ અંગે અલગ અલગ ટીમો કામે લાગી છે. અને સીસીટીવી ફૂટેજ આજુબાજુ તેમજ હાઇવે ના મેળવી રહ્યા છે. ટેક્નિકલ સર્વેલન્સ અને, હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ કરાઈ રહી છે. અંકલેશ્વર માં થયેલ એક જ રાત્રી માં અલગ અલગ સ્થાને ચોરી અંગે તમામ નો સમય અને કદી મેળવી રહ્યા છે. અને એકજ ગેંગ છે કે અન્ય તે અંગે તપાસ ચાલી રહી છે. > ચિરાગ દેસાઈ, ડી.વાય.એસ.પી અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...