તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ઝડપાયા:પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ આર.કે એન્જિનીયરિંગ કંપનીમાં તરખાટ મચાવનાર તસ્કરો ઝડપાયા

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ત્રણ માસમાં ચોરીનો ભેદ ઉકેલ ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા
  • 1.48 લાખ પૈકી 49 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.કે એન્જિનીયરિંગ કંપનીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણ તસ્કરોને ચોરી થયેલ 1.48 લાખ પૈકી 49 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી ત્રણ માસમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.

ગત તારીખ-7મી જુલાઇના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ આર.કે એન્જિનીયરિંગ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલ વેલ્ડિંગ મશીન અને કોપર વાયર સહિતની વસ્તુઓ મળી કુલ 1.48 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે બાકરોલના યાદવ નગરમાં રહેતો તસ્કર મિતેશ વિષ્ણુ પટેલ,કિશન ભલાભાઈ બારિયા અને મુન્ના ઉર્ફે ખલબલી કારબલી પાસવાનને ઝડપી પાડ્યો હતો અને ચોરી થયેલ મુદ્દામાલ પૈકી 49 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ માસમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...