તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અંકલેશ્વરના ભડકોદરાગામના શિવ મંદિરની દાન પેટીની ચોરી કરી તસ્કરો ફરાર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

અંકલેશ્વર પંથકમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલા શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતા.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલા શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિર પરિસરમાં રહેલ દાન પેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે તસ્કરો નજરે પડી રહ્યા છે ચોરી અંગે મંદિરના ટ્રસ્ટીઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે સી.સી.ટી.વી.કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...