તારીખ-13મી જૂનથી શાળાઓ શરુ થવા જય રહી છે તે પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વિવિધ સ્ટેશનરી ખાતે સરકારી પુસ્તકોની અછત અને સ્ટેશનરીની વિવિધ વસ્તુઓમાં 15થી 50 ટકાનો ભાવ વધારો થયો છે. જેને લઇ વાલીઓનું આર્થિક વધે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
કોરોના મહામારીનો માર હજુ રૂઝાયો નથી, ત્યાં યુક્રેન અને રસિયા વચ્ચેના યુદ્ધને પગલે વિદેશથી કાગળની આયાત બંધ થઈ જતા કાગળ તેમજ સ્ટેશનરી સહિતની શૈક્ષણિક વસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો વધારો ઝીંકાયો છે જેને કારણે વાલીઓએ આર્થિક બોજ સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.
નોટબુકો, ફુલસ્કેપ નોટબુકો, કોપીયર પેપર તેમજ કાગળ બનાવટની વસ્તુઓ પર 15થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. જેને પગલે આ વધારો વાલીઓ માટે કમરતોડ બની રહેશે. લોખંડ અને પ્લાસ્ટિકમાંથી બનતી સ્ટેશનરીને લગતી વસ્તુઓનો કાચો માલ ન મળવાથી ઉત્પાદક કંપનીઓએ અત્યારથી જ ભાવ વધારો કરી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.