તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૌકતે સામે અગમેચતી:દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ લાગ્યું

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંઠાના ગામોને પણ સાબદા કરવા સહિતના આયોજન અંગે ચર્ચા
  • કોરોના વચ્ચે વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન પહેલાથી સ્ટેન્ડ બાય

ભરૂચ સહિત સમગ્ર ગુજરાત એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યાં નવી આફત રૂપે તૌકતે વાવાઝોડાની સંભવનાને લઈ જિલ્લા વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ આદરી તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન દહેજ બંદરે ભયસુચક 1 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડીપ્રેશનને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર પાઠવતા દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ શુક્રવારે બપોરે 1.30 કલાકથી લગાવાયું છે. સાવચેતીના ભાગરૂપે 5 જેટી , માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને સાબદા કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા સુચન કરાયુ છે.

દરિયામાં દુરવર્તી વાવાઝોડાનો ખતરો દર્શાવવા માટે 1 નંબરનું સિગ્નલ લગાવાય છે . ભારતીય હવામાન વિભાગે પાઠવેલા આ સિગ્નલનો ઉપયોગ દુરથી વાવાઝોડાની ચેતવણી આપવા માટે થાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન આગામી 48 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા છે. મુંબઈ કરતા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની વધારે અસર વર્તાવવાની શકયતાના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને વહીવટી તંત્ર સલામતીના કારણે સાબદુ થયુ છે.

ભારતની આગેવાનીમાં 8 તટીય દેશો દરિયામાં ઉઠતા તોફાનનું નામકરણ કરે છે
જયારે પણ વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે જે જન સામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને યાદ રહે તેવા નામ અપાય છે . ભારતની આમા મહત્વની ભૂમિકા રહી છે . હિંદ મહાસાગરમાં વર્ષ 2004થી આ વ્યવસ્થા શરૂ થઈ ત્યારે ભારતની આગેવાની પર 8 તટીય દેશો ભારત , બાંગ્લાદેશ , પાકિસ્તાન , મ્યાનમાર , માલદીવ , શ્રીલંકા , ઓમાન અને થાયલેન્ડનો સમાવેશ કરાયો. દેશોના નામના પહેલા અક્ષર અનુસાર ક્રમ નક્કી થાય છે તે ક્રમ મુજબ જે દેશ નામ સુચવે તેને આધારે દરિયામાં ઉઠતા વાવાઝોડાનું નામ અપાય છે. આ વખતે વાવાઝોડાને તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે.

દરિયા કાંઠના 3 તાલુકાના 50 ગામો
વાવાઝોડાની શકયતાને પગલે વાગરા, હાંસોટ અને જંબુસરના દહેજ લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેટા, રહીયાદ, સુવા, કોલીયાદ, કલાદરા, વેંગણી, ગંધાર, અલાદરા, પણિયાદરા, પાદરીયા, નણરાવી,ગોલાદરા, સમલી, કંટીયાજાળ, વમલેશ્વર, કતપોર, અંભેટા, પારડી, હાંસોટ, સારોદ, કંબોઈ, માલપોર, જાંબડી, નેજા, દેવલા, નાળા, આસરસા, કપુરીયા, ઈસ્લામપુર, ટંકારી, ડોલીયા,ગામો ખાનપુર, સરદારપુરા, મહાપુરા, કુંઢળ, બોજાદ્રા, જાફરપુરા,મગણાદ, કારેલી અને વેડચનો સમાવેશ.

5 JTના સંચાલકોને તકેદારી માટે સૂચન
દહેજ બંદરે ખાનગી કંપનીઓની માલિકીની 5 જેટીઓ આવેલી છે જયાં માલસામાનની હેરફેર કરતા જહાજો લાંગરતા હોય છે તંત્રએ સંભવિત વાવાઝોડાના પગલે જેટીની સંચાલક કંપનીઓને પણ તકેદારીના પુરતા પગલા ભરવા સૂચન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...