ભારે વરસાદની આગાહી:ભરૂચના દહેજ બંદરે વાવાઝોડાની ચેતવણી આપતું 3 નંબરનું સિગ્નલ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્રમાં ભારે પવન ફુંકાવાથી કરંટ જોવા મળ્યો

ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દઇ દીધી છે તેવામાં હવે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહયો છે. સમુદ્રમાં ભારે પવન ફુંકાવાની સંભાવના હોવાથી ભરૂચના દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહી ખેડવાની સલાહ આપવામાં આવી છે પણ ભરૂચમાંથી દરિયામાં જતી તમામ બોટ દરિયા કિનારે હોવાનું ફીશરીઝ વિભાગ તરફથી જાણવા મળ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી છે. ભારે પવનો ફુંકાવાની શક્યતાને લઇને તંત્રે દરિયો નહીં ખેડવા માછીમારોને તાકીદ કરી છે. ઉપરાંત દહેજ બંદરે 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે.

દરિયામાં વાવાઝોડું ફુંકાવાની સંભાવના હોવાથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા હાથતાળી આપી રહયાં છે. ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહયો છે અને કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાય રહયો છે. દરિયામાં વિષમ પરિસ્થિતિને જોતાં માછીમારોને દરિયો નહી ખેડવા આદેશ કરાયો છે. ભરૂચની વાત કરવામાં આવે તો કાવી, લુવારા અને જામડી ગામમાંથી નોંધાયેલી 33 બોટ દરિયામાં માછીમારી કરવા માટે જાય છે પણ હાલ આ તમામ બોટ કિનારા પર લાંગરેલી હોવાનું ફીશરીઝ વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...