મેળામાંથી લાખોની આવક:શુકલતીર્થ યાત્રા પંચાયતને ફળી, ₹50 લાખની આવક, પાંચ લાખ લોકોએ મેળો માણ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવદિવાળીએ જ બે લાખની મેદની ઉમટી પડી, હજી બે દિવસ યાત્રા ચાલશે
  • ભરૂચ જિલ્લામાં હાઇવે અને મેળાનાં માર્ગો ઉપર સર્જા‍યો ચક્કાજામ

ત્રણ વર્ષે યોજાયેલી ભરૂચની શુકલતીર્થ જાત્રા ગ્રામ પંચાયતને ફળી છે પાંચ લાખ લોકોએ મેળો મહાલવા સાથે પંચાયતને ₹50 લાખની આવક થઈ છે. ભરૂચના શુકલર્તીથ ગામે સૈકાઓથી કારતક સુદ પૂનમ દેવ દિવાળીએ ભરાતા ભાતીગળ મેળામાં પાંચ લાખથી વધુ યાત્રિકોએ ઉમટી પડી મનોરંજન, ખાણીપીણી, ખરીદી, નર્મદા તટે સ્નાન સહિ‌તનો ભરપુર લ્હાવો લઈ જાત્રાની રંગત માણી છે.

દેવ દિવાળી શુકલર્તીથની જાત્રાનો મુખ્ય દિવસ હોય ભરૂચ જિલ્લા સહિ‌ત રાજયભરમાંથી બે લાખથી વધુ શ્રધ્ધાળુઓ, યાત્રિકો તેમજ લોકમેદની જાત્રા અને મેળાનો આનંદ માણવા ઉમટી પડતા શુકલર્તીથ ગામ છલકાઇ ઉઠયું હતું. રાત્રે રેતાળ નદીના પટમાં ભવ્ય આતશબાજી કરી દેવ દિવાળીની શાનદાર ઉજવણી લોકોએ કરી હતી. વહેલી સવારથી મોડી રાત સુધી મેળો મહાલવા લોકોનો પ્રવાહ શહેર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાંથી અવિરત છલકાતો રહયો હતો.

મેળામાં નદી કાંઠે રેતીમાં નંખાયેલા 200 થી વધુ તંબુઓમાં સહપરિવાર મિત્રમંડળો, સગાસંબધીઓ સાથે લોકોએ પ્રકતિના ખોળે રહી કુદરતી વાતાવરણમાં દેવ દિવાળી, જાત્રા અને મેળાની મઝા માણી હતી. 600 થી વધુ ખાણીપીણી, રમકડાં, અવનવી ચીજવસ્તુઓ સહિ‌તના સ્ટોર તેમજ મનોરંજન માટે મેળાનો લોકોએ મનમુકીને લાભ લઈ ખરીદી સાથે ભરપુર મઝા માણી હતી. ગ્રામ્ય અને શહેરી પ્રજા બન્નેની રહેણીકરણી અને પોષાક તેમજ ચીજવસ્તુઓનું વેચાણ જોવા મળતું હતું. મેળામાં રૂા. 10 થી રૂા. 4000 ની ચીજવસ્તુઓના વેચાણ અર્થે મુકાયેલા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.હજી યાત્રા બે દિવસ સુધી ચાલનારી છે. કોરોના બાદ ત્રીજા વર્ષે જાત્રાને લઈ પાંચ લાખની મેદની છલકાઈ ઉઠી છે. તો ગ્રામ પંચાયતને મેળા, સ્ટોલ અને પાથરણાવાળા સહિત મળી કુલ 50 લાખની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...