કોલેજનું અનાવરણ:અંકલેશ્વરમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રારંભ કરાવ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રી વમળ નાથ સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય સ્વ. ઠાકોર પટેલના નામથી કોલેજ શરૂ કરાઈ
  • જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કોલેજ આર્શિવાદ રૂપ બનશે

અંકલેશ્વર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી વમળ નાથ સેવા ટ્રસ્ટ દ્વારા કોલેજનો પ્રારંભ પૂર્વ ધારાસભ્ય સ્વ. ઠાકોર પટેલના નામથી શરૂ કરાઈ છે. ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, ઝગડિયા અને વાલીયા સહિતના તાલુકાના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ આર્શિવાદ રૂપ બનશે.

આ તકે પિતાના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયાસ હોવાનું કોલેજના સ્થાપક અને ધારાસભ્ય ઈશ્વર સિહ પટેલે જણાવ્યું હતું. કોલેજ દક્ષિણ ગુજરાતની અગ્રણી કોલેજ બની રહેશે તેમ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું.

અંકલેશ્વર ખાતે બંધ થવા પહોંચેલી કડકીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને સ્થાનિક વિદ્યાર્થીઓના હીતમાં નર્મદા પરિક્રમાવાસી માટે કાર્યરત શ્રી વમળ નાથ સેવા ટ્રસ્ટ દ્વારા ટેક ઓવર કરી ટ્રસ્ટમાં સામેલ કરી શ્રી ઠાકોરભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રારંભ તકતી અનાવરણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કર્યું હતું.

આ પ્રસંગે વિધાન સભાના નાયબ દંડક દુષ્યત પટેલ, મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિહ રણા, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોર સિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહ અતોદરીયા, અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ ભરત પટેલ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ અનિલ પટેલ સહિત કોલેજ ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, શિક્ષણ સ્તર ગુજરાતમાં પૂર્વ સી એમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા નીચું હતું. ત્યારબાદ ડ્રોપ આઉટ રેશિયો ઊંચો લાવવાની અથાગ પ્રયાસ કરી ડ્રોપ આઉટ ઘટાડી શિક્ષણ સ્તર ઊચું લાવ્યાં છીએ. આજે વિદ્યાર્થીઓને ભણતા કર્યા અને વાંચતા કર્યા છે અને હવે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યા છે.

સી.આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ વંચીત રહી ના જાય તે માટે દરેક જિલ્લા ઉચ્ચ શિક્ષણ માટે કામગીરી કરી રહ્યા છે. શિક્ષણનું સ્તર ઊચું લાવવા રાજ્યની 30 હજાર શાળા માટે વર્તમાન સી એમ ભૂપેન્દ્ર પટેલ મહેનત કરી રહ્યા છે. શિક્ષણનું સ્તર સુધરતા વિદેશથી હવે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ગુજરાત આવી રહ્યા છે. સર્વાંગી વિકાસ માટે સરકાર કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...