જર્જરિત સ્કૂલ તોડી પડાઈ:ભરૂચમાં શ્રેયસ હાઈસ્કુલના પતારા તેમજ દીવાલ ધરાશાયી થતા નગરપાલિકાએ મિલકત ઉતારવાની કામગીરી શરૂ કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલમાં અભ્યાસ કરતા 77 વિદ્યાર્થીઓને જીવના જોખમમાંથી મુકત કરાવ્યાં
  • મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે પડી જવાની ભીતિ હતી

જુના ભરૂચ વિસ્તારમાં આવેલા ભોઈ પંચની વાડીની ઉપર ચાલતી શ્રેયસ હાઈસ્કુલના જર્જરિત મકાનને આજે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા 77 વિદ્યાર્થીઓના જીવના જોખમમાંથી મુકત કરાવ્યાં હતા.

ભરૂચના જાદવ સમાજની વાડીની ઉપરના ભાગે વર્ષોથી શ્રેયસ હાઈસ્કુલ કાર્યરત હતી. આ શાળામાં 77 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું અને ગમે ત્યારે પડી જવાની ભીતિ હતી. જો મકાન પડે તો 77 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેમ હતા.

આ અંગે જાદવ સમાજ દ્વારા અનેક વાર સ્કૂલના ટ્રસ્ટીઓને રજૂઆત કરવામાં આવી હતી અને મકાન ઉતારી લેવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટીઓ આંખ આડા કાન કરી રહ્યા હતા આખરે ગત રાતે આ મકાનના ઉપરના પત્રનો એક ભાગ અને દીવાલ ધરાશાયી થઈ હતી. જે અંગેની જાદવ સમાજના અગ્રણીઓને જાણ થતા તેઓએ નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી અને તેઓની સાક્ષીમાં પંચનામું કરી આ મિલકત ઉતારી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આ જોખમી મિલકતને ઉતારી લેવામાં આવી હતી. જાદવ સમાજ દ્વારા નગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...