તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્વ:ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં શ્રવણ વિદ્યાધામની વિદ્યાર્થીની દ્વિતીય ક્રમે રહી

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબં ધ સ્પર્ધા, કાવ્યસ્પર્ધા એમ જુદા વિભાગ અંતર્ગત 3037 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રવણ વિદ્યાધામની વિદ્યાર્થીની સ્નેહાલી રમેશભાઈએ ગુજરાતના કોરોના વોરિયર્સ પર નિબંધ લખી મોકલાવ્યો હતો. જેમાં તેણે બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ નિબંધ સ્પર્ધાનું આયોજન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિધાભવન ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...