વિધાનસભા સંગ્રામ 2022:નર્મદાની દેડિયાપાડા અને ભરૂચની ઝઘડિયા બેઠક પર ગુનેગારો વચ્ચે બળના પારખાં : AAPના 4 સામે FIR

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલાં મુખ્ય રાજકીય પાર્ટીઓના 11 જેટલા ઉમેદવારો સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલાં છે. સૌથી વધારે ગુના ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવા સામે નોંધાયેલાં છે. તેમની સામે થયેલી 25 એફઆઇઆર થયેલી છે પણ તમામ કેસમાં તેમનો કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો છે. ભાજપના દેડિયાપાડા અને ભરૂચના ઉમેદવાર સામે પણ એફઆઇઆર થયેલી છે. આમ આદમી પાર્ટીના નાંદોદ, દેડિયાપાડા, જંબુસર અને વાગરાના ઉમેદવાર સામે ફરિયાદ થયેલી છે. કોંગ્રેસના અંકલેશ્વરના ઉમેદવાર સામે પણ ગંભીર ગુના નોંધાયેલાં છે.

રમેશ મિસ્ત્રી- ભાજપ - ભરૂચ
ગેરકાયદે મંડળી રચી પોતાનો હેતુ પાર પાડવાની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે.
ગુનાની સંખ્યા 02 બી- ડિવિઝન, ભરૂચ શહેર - 2 ગુના
વિશ્લેષણ: ભરૂચમાં ભાજપના ઉમેદવાર સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા હોવાનો ઉલ્લેખ અેફીટેવીટમાં છે.

છોટુ વસાવા- અપક્ષ - ઝઘડિયા
આર્મ્સ એકટ, રાયોટિંગ, મારામારી, લૂંટ સહિત ગંભીર પ્રકારના 25 ગુના નોંધાયેલાં છે
ગુનાની સંખ્યા 25 - ઝઘડિયા પોલીસ સ્ટેશન : 16
- વાલિયા પોલીસ સ્ટેશન : 09
વિશ્લેષણ: ઝઘડિયાના સાત ટર્મથી ધારાસભ્ય રહેલાં છોટુ વસાવાનો તમામ ગુનાઓમાં કોર્ટમાંથી નિર્દોષ છુટકારો થયો છે.

ફતેસિંહ વસાવા - કોંગ્રેસ - ઝઘડિયા
​​​​​​​દારૂની હેરાફેરી, મારામારી, હત્યાનો પ્રયાસ અને જુગાર સહિતના 12 કેસ નોંધાયેલાં છે.
ગુનાની સંખ્યા 12 -ઝઘડિયા પોલીસ સ્ટેશન : 08
-અંકલેશ્વર જીઆઇડીસી : 01
-અંકલેશ્વર ગ્રામ્ય : 01
-નેત્રંગ : 01, નવસારી : 01
વિશ્લેષણ: અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મારામારીના ગુનામાં 3 વર્ષ કેદની સજા કરી છે પણ 06-10-2016થી જામીન પર છે.

વિજય પટેલ- કોંગ્રેસ - અંકલેશ્વર
​​​​​​​કોમ્યુનલ રાયોટસ અને હત્યાના ગુના સબબ હાંસોટ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ થયેલી છે
ગુનાની સંખ્યા 02 -હાંસોટ પોલીસ સ્ટેશન : 02
વિશ્લેષણ: હાંસોટમાં 2015માં થયેલા કોમી રમખાણોમાં કોંગ્રેસના ઉમેદવાર સામે પોલીસ કેસ થયો છે.

હિતેશ વસાવા- ભાજપ - દેડિયાપાડા​​​​​​​
ગેરકાયદેસર મંડળી બનાવી મારામારી કરવી તથા જુગારધારા હેઠળના કેસો નોંધાયેલાં છે.
ગુનાની સંખ્યા 02 -ડેડીયાપાડા પોલીસ સ્ટેશન : 01
-સાગબારા પોલીસ સ્ટેશન : 01
વિશ્લેષણ: થોડા સમય પહેલાં દેવમોગરામાં ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર સાથે થયેલી મારામારીમાં તેમનું નામ ઉછળ્યું હતું.

જયેન્દ્ર રાજ - આપ - વાગરા
​​​​​​​નાણાકીય છેતરપિંડી અંગેની એક ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે.
ગુનાની સંખ્યા 01 -ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન : 01
વિશ્લેષણ: ખેતી તથા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે એક જ ગુનો નોંધાયેલો છે.

પ્રફુલ્લ વસાવા- આપ - નાંદોદ
​​​​​​​રાયોટિંગ, માનહાનિ સહિતના 4 ગુના નર્મદા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલાં છે.
ગુનાની સંખ્યા 04 -કેવડિયા પોલીસ સ્ટેશન : 01
-રાજપીપળા પોલીસ સ્ટેશન : 03
વિશ્લેષણ: કેવડિયા બચાવ આંદોલન સમિતિના સભ્ય સામે સાર્વજનિક શાંતિમાં ખલેલ પહોંચાડવાના ગુના દાખલ કરાયાં છે.

સાજીદ રેહાન- આપ - જંબુસર
​​​​​​​આર્થિક છેતરપિંડી અંગેની ફરિયાદ વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે
ગુનાની સંખ્યા 01 - જે.પી. પોલીસ સ્ટેશન, વડોદરા : 01
વિશ્લેષણ: આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર વડોદરાના છે અને વડોદરામાં તેમની સામે એક ગુનો નોંધાયેલો છે.

ચૈતર વસાવા- આપ - દેડિયાપાડા
​​​​​​​સોશિયલ મીડિયામાં ચેટચાટ, જાહેરનામાનો ભંગ, મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલાં છે
ગુનાની સંખ્યા 08 -દેડિયાપાડા પોલીસ સ્ટેશન : 06
-રાજપીપળા પોલીસ સ્ટેશન : 01
- કેવડિયા પોલીસ સ્ટેશન : 01
વિશ્લેષણ: આ ઉમેદવારને નર્મદા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યાં હતાં પણ હાઇકોર્ટમાંથી તેમને રાહત આપવામાં આવી છે.

બહાદુર વસાવા- BTP- દેડિયાપાડા
​​​​​​​મારામારી, લૂંટ, રાયોટિંગ, ગુનાહિત કાવતરું રચવું સહિતના અનેક ગુનાઓ દાખલ થયેલાં છે.
ગુનાની સંખ્યા 05 -કેવડિયા પોલીસ સ્ટેશન : 01
-સાગબારા પોલીસ સ્ટેશન : 01
-દેડિયાપાડા પોલીસ સ્ટેશન : 03
વિશ્લેષણ: ઉમેદવાર સામે પાંચ ગુના દાખલ થયેલાં છે. જેમાંથી ત્રણ કેસમાં તેમને કોર્ટે નિર્દાષ જાહેર કર્યા છે.
​​​​​​​
​​​​​​​

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...