કલાકારોનો કસબ:ભરૂચના કલાકારોએ બનાવેલી શોર્ટ ફિલ્મ રીલીઝ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાધન અને અનમેન્ડ રેલવે ફાટક આધારિત ફિલ્મ બિના ફાટક કી રેલવે લાઇન

વોકલ ફોર લોકલની જેમ હવે ભરૂચના કલાકારોએ જાતે જ શોર્ટ ફિલ્મ બિના ફાટક કી રેલવે લાઇન બનાવી છે.ડૉ. તરુણ બેન્કરના નેજા હેઠળ બનેલ હિન્દી શોર્ટફિલ્મ બિના ફાટક કી રેલ્વેલાઈનહાલમાં જ યુટ્યુબની મનોરંજન 9 ચેનલ ઉપર રીલીઝ કરવામાં આવી છે. મોબાઈલને કારણે ગાંધીયનો ચોથો વાંદરો બની ગયેલ કે બની રહેલ યુવાધન અને ગનમેનો રેલવે ફાટક અને તેના કારણે ઉદ્દભવતો સમસ્યાઓને પ્રસ્તુત કરતી આ શોર્ટફિલ્મમાં ભરૂચના આશિષ બારોટ, પ્રશાંત અભિજ્ઞાન, શ્રેષ્ઠાકુમારી અને ડૉ. તરુણ બેન્કરે અભિનય કર્યો છે.

ડૉ. તરુણ બેન્કર લિખિત, દિગ્દર્શીત શોર્ટફિલ્મનું નિર્માણ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. પૂર્ણતઃ ભરૂચમાં બનેલ આ ફિલ્મ રીલીઝ થતાં જ શોર્ટ્ફિલ્મ ફેસ્ટિવલ અને સર્જન સાથે સંકળાયેલ મરાઠી, બંગાળી અને ઉડીયા ફિલ્મમેકરો તરફથી ફિલ્મની સમગ્ર ટીમને શુભકામનાઓ મળી રહી છે. ડૉ. તરુણ બેન્કરે જણાવ્યુ હતુ કે, અમે ફિલ્મ જેવા માધ્યમનો ઉપયોગ જાગૃતિ અને જનચેતના જગાડવા કરતા રહ્યાં છે. કોરોનાને કારણે સ્થગિત થયેલ સર્જનકાર્ય પુનઃ શરૂ કર્યુ છે. આગામી સમયમાં સીરીઝ ઓફ શોર્ટ્ફિલ્મનું આયોજન કર્યુ છે. દિવાળી પછી તરત બીજી શોર્ટફિલ્મોનું નિર્માણકાર્ય હાથ ધરાશે. જેમાં મહદ્દઅંશે સ્થાનિક કલાકારોને તક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...