ભરૂચના બુદ્ધદેવ માર્કેટમાં ઉભરાતી ગટરોને પગલે સ્થાનિક વેપારીઓ સહિત લોકોને હાલાકી પડી રહી છે. તેમજ રોગચાળાની ભીતિ પણ સેવાી રહી છે. છેલ્લા 15 દિવસથી દૂર્ગધ વચ્ચે બુદ્ધદેવ માર્કેટમાં વેપારીઓ વેપાર કરવા મજબુર બન્યા છે. ધારાસભ્યએ સ્થળ પરથી સૂચના આપી હોવા છતાં નગર પાલિકાના અધિકારીઓ ફરક્યા નહી હોવાના વેપારીઓએ આક્ષેપ પણ કર્યા હતા.
તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભરે તેવી માગ
બુદ્ધદેવ માર્કેટમાં ઉભરાતી ગટરોથી ત્રસ્ત બનેલા વેપારીઓએ વારંવાર નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતની સાફ-સફાઈ નહિ કરાવતા વેપારીઓ હેરાન પરેશાન બનાવ્યા છે. આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય દુષ્યંત પટેલને રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતા અને નગર પાલિકાના અધિકારીને સ્થળ પર આવી સાફ-સફાઈ કરવાનું કહેવા છતાં પણ અધિકારીઓ ફરક્યા સુધ્ધા નહી હોવાના આક્ષેપ દુકાનદારોએ કર્યા છે. જો ધારાસભ્યનું નહી સંભાળતા હોય તેવા અધિકારીઓ આમ પ્રજાનું શું સાંભળશે તેવા સવાલો ઉભા થયા છે ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભરે તેવી માગ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.