તપાસની કામગીરી:બોગસ બિલિંગ કૌભાંડમાં SGSTનું ભરૂચ જિલ્લાની 9 પેઢીઓમાં સર્ચ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને સાથે રાખી તપાસની કામગીરી કરાઇ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભરૂચમાં વહેલી સવારથી જ ધામા નાંખ્યાં હતાં. ભરૂચ-અંક્લેશ્વરમાં અલગ અલગ ટીમોએ 8 પેઢીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી વિભાગે ભરૂચમાં ધામા નાંખ્યા હતાં. એટીએસ તેમજ એસઓજીની ટીમો સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શનિવારે સવારથી જ ભરૂચ-અંક્લેશ્વરમાં વિવિધ પેઢીઓના ત્યાં ચેકિંગ કરાયું હતું.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સિસ્ટમ આધારિત ડેટા એનાલિસિસ કરવામાં આવતાં તેમાં કેટલાંક કિસ્સાઓમાં બોગસ બિલીંગ તેમજ કર્મચારીઓની વિગતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના ભાગરૂપે સ્ટેટ જીએસટી, ભરૂચ એસઓજી તેમજ એટીએસના અધિકારી સહિતની અલગ અલગ ટીમોએ ભરૂચ અંક્લેશ્વરમાં ઉચ્ચ કાર્યાલયમાંથી મળેલી સુચનાને લઇ કુલ 9 પેઢીમાં દરોડા પાડ્યાં હતાં. જોકે, તે પૈકીના 1 પેઢી નહીં મળતાં અન્ય 8 પેઢીઓમાં પ્રાથમિક તપાસ કરવા સાથે તેમને નોટીસ આપવામાં આવી છે. હવે ટીમો દ્વારા તેમના ડેટા એનાલીસીસ કરવામાં આવશે.

પાનોલીની કંપનીમાં 30 લાખની જીએસટી ચોરી
જીએસટી વિભાગ દ્વારા પાનોલી જીઆઇડીસીમાં આવેલી ન્યુ પેક એગ્રોકેમ કંપનીમાં 30 લાખની જીએસટી ચોરીના મામલે રેડ પડાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે આ બાબતનો કંપની સત્તાધીશોએ ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...