અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાલિયા ચોકડી સ્થિત ઓમકાર-1 શોપિંગ સેન્ટરમાં મુસ્કાન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત ઓમકાર-1 શોપિંગ સેન્ટરમાં મુસ્કાન સ્પાના આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી જી.આઈ.ડી.સી પોલીસ મથકના વી.એ.આહીરને મળી હતી. તેમણે વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી 2 મહિલા પોલીસ સહિત 10 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા. જેમાં ડમી ગ્રાહક સ્પા જતાં જ પોલીસ ઉપર મિસ્ડ કોલ કરતાં પોલીસે રેડ કરી હતી.
પોલીસને કાઉન્ટર ઉપરથી મૂળ યુપી અને હાલ શોપિંગ સેન્ટર ખાતે રહેતો સ્પાનો સંચાલક સાહિદખાન અખ્તરખાન તેમજ મસાજ માટે આવેલો ઈસમ મળી આવ્યો હતો. જ્યારે સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્પાના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી અને કાઉન્ટર તેમજ અંગ ઝડતીમાંથી રોકડા અને 1 મોબાઈલ મળી કુલ રૂપિયા 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.