તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ભરૂચમાં ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા ગટર લાઈનનું ખાતમુહૂર્ત કરાયું પરંતું હજુ કામ શરૂ ના કરાયું

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાંચબત્તીથી શક્તિનાથ સુધીના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન માટેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
 • ત્રણ મહિથી વધું સમય વિતવા છતાં કામ શરૂ ના કરાયું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મતદારોને આકર્ષવા પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા દ્વારા મોટા ઉપાડે પાંચબત્તીથી શક્તિનાથ સુધીના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન માટેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું અને હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તેનો સામાન પણ ખડકી દેવામાં આવ્યો હતો. જોકે, કામ શરુ ન થતા આજે 3 મહિના ઉપરાંતનો સમય પૂર્ણ થવા આવ્યો છે ત્યારે આ ભૂંગળા કાટ અને ધૂળ ખાવા લાગ્યા છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મુકાયેલ આ સામાન પૈકી કેટલાક ભૂંગળા તો ચોરાઈ જાય તો નવાઈ નહી.

વળી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રમવા આવતા રમતવીરોને પણ આ ભૂંગળા નડી રહ્યા છે. કામ શરુ થવામાં વિલંબ જ થવાનો હતો તો અગાઉથી આ સામાન ખડકી દેવાનો મતલબ શું હતો? પ્રજાના નાણાનો વ્યય આ જ રીતે ક્યાં સુધી કરાશે. ત્યારે ક્યાં તો કામ ઝડપથી શરુ કરાવાય અથવા તો આ સામાને કોઈ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો