શકુનીઓની ધરપકડ:ભરૂચમાં ઘરમાં શ્રાવણિયો જુગાર રમતાં સાત ઝડપાયાં

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોલાવના સંકેત બંગ્લોઝ ખાતે બનેલી ઘટના

ભોલાવ ગામે આવેલાં સંકેત બંગ્લોઝમાં આવેલાં મકાન નંબર 1માં ભાડેથી રહેતો તેજસ હરસુખલાલ તન્ના તેના ઘરમાં મિત્રોને બોલાવી શ્રાવણિયો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી સી ડિવિઝન પોલીસને મળી હતી. જેના પગલે પીઆઇ ડી. પી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

ટીમે ઘરને ચારેય તરફથી ઘેરી લીધા બાદ ઘરમાં પ્રવેશ કરી મકાનમાં ભાડેથી રહેતાં તેજસ સહિત 7 જુગારિયાઓની ધરપકડ કરી હતી. પોલીસે અન્ય જુગારિયાઓની પુછપરછ કરતાં તેમના નામ વ્રજલા જમનાદાસ તન્ના, સુશીલસિંગ રાજ બહાદુર ભવનસિંગ, પ્રમોદ રામસ્વરૂપ સિંગ, પ્રવિણ રાજેન્દ્ર પાટીલ, કિશોર રાજા પારગી તેમજ વિકાસસિંગ મધુરાપ્રસાદ સિંગ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે જુગારિયાઓ પાસેથી દાવ પર લાગેલાં તેમજ અંગઝડતીના મળી કુલ 30 હજાર રૂપિયા રોકડા તેમજ 6 મોબાઇલ મળી કુલ 76 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...