હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી:આમોદની રેફરલ હોસ્પિટલમાં બેડ ઉપર દર્દીના સ્થાને શ્વાન આરામ કરતો નજરે પડ્યો, દર્દીઓને પડી રહી છે હાલાકી

ભરૂચ8 મહિનો પહેલા
  • શ્વાન બેડ પર આરામ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું

અમોદની સરકારી રેફરલ હોસ્પિટલમાં એક રખડતો શ્વાન પલંગ પર આરામ કરી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈ હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં સખડતા કૂતરા બિન્દાસ ફરવા સાથે હોસ્પિટલના બેડ ઉપર આરામ ફરમાવતા હોવાનો ચોંકાવનારો વીડિયો બહાર આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. શું રેફરલ હોસ્પિટલમાં રખડતા કૂતરા ઘુસી ન આવે તે માટે સિક્યોરિટી ગાર્ડ કે કોઈ કર્મચારી ધ્યાન આપનાર કે જોનાર જ નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે.

હોસ્પિટલમાં રખડતા શ્વાનની લટારને લઈ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. દરેકને સમાન સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાની નેમ વચ્ચે ગરીબો માટે કસ્તુરી સમાન સરકારી હોસ્પિટલમાં કૂતરાઓ પલંગ પર સુતા હોવાનો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ તંત્રની લાપરવાહી સામે આવી છે. જોકે, આ વીડિયો વાયરલ થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે હવે જિલ્લાનું આરોગ્ય તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...