રજૂઆત:ભરૂચમાં ઉત્સવો દરમિયાન નદી અને તળાવમાં થતું પ્રદૂષણ અટકાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતચેતના પર્યાવરણ સંગઠન ભરુચ દ્વારા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ભરૂચ જિલ્લામાં ધાર્મિક ઉત્સવો દરમિયાન પીઓપીની મૂર્તિઓના કારણે નદી અને તળાવો દૂષિત ના થાય તે માટે એક સામાજિક સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામા આવી હતી.

ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ સતચેતના પર્યાવરણ સંગઠન ભરુચના પ્રમુખ દિલીપસિંહ રાજ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર દશામા માતાજી અને ગણેશ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં દેવી દેવતાઓ પ્રતિબંધિત પી.ઑ.પી.ની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવે છે અને આ પ્રતિમાઓનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવતું હોવાથી જળચરો મૃત્યુ પામતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરતાં થોડા સમય બાદ તે વિકૃત હાલતમાં જોવા મળતી હોવાથી હિન્દુ ધર્મની લાગણી પણ દુભાતી હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે પ્રતિબંધિત મૂર્તિઓનું વેચાણ અને ધાર્મિક ઉત્સવો દરમિયાન કુદરતી જળસ્રોતોમાં તેનું વિસર્જન અટકાવવા સાથે તેનું કુત્રિમ જળકુંડમાં વિસર્જન કરવાની વ્યવસ્થા ઊભી કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...