તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાનું નામ આપી ફોન દ્વારા ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાની ઉઘરાણી કરાઈ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોન નંબરનું લિસ્ટ મનસુખ વસાવાને ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓએ આપ્યું
 • સાંસદે આ બાબતને ગંભીરતાથી લઇ પોલીસને લેખિતમાં જાણ કરી

સાંસદ મનસુખ વસાવાના નામથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ફોન કરી ધાર્મિક પ્રવૃતિઓ અને ભંડારોના નામે પૈસા મંગાતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખુદ સાંસદે આ બાબતને ગંભીરતાથી લઇ આ અંગે પોલીસને લેખિતમાં જાણ કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી

દેશની જાણીતી વ્યક્તિનું ફેસબુક, ટ્વિટર એકાઉન્ટ હેક કરી તે એકાઉન્ટના માધ્યમથી પૈસાની માંગણી કરાતી હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં જ એક ઉચ્ચ પોલીસ અધિકારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પૈસાની માંગણી કરાઈ હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હવે ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવા પણ આવી એક ઘટના શિકાર બન્યા છે. મનસુખ વસાવાનું નામ આપી ફોન દ્વારા ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાની ઉઘરાણી કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે. હાલ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી પૈસાની માંગણી કરનાર તત્વોને પકડી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નંબરને ટ્રુ કોલરમાં ચકાસવામાં આવતા MV લખાઈ આવ્યું

ભરૂચ સાંસદ મનસુખ વસાવના નામથી ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓને ફોન કરી ધાર્મિક પ્રવૃતિઓ અને ભંડારો યોજવાના નામે પૈસાની ઉઘરાણી કરાઈ રહી હોવાની ફરિયાદ ખુદ સાંસદ સુધી પહોંચી હતી. ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગપતિઓએ આ મામલે મનસુખ વસાવાને ખરાઈ કરવા ફોન કર્યો, ત્યારે આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. જે ફોન પરથી પૈસાની ઉઘરાણી માટે ફોન આવ્યા હતા, એ ફોન નંબરનું લિસ્ટ મનસુખ વસાવાને ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓએ આપ્યું છે. આ લિસ્ટ સાથે મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. પોતાના નામે પૈસાની ઉઘરાણી કરાઈ રહી હોવાની ફરિયાદ ખુદ સાંસદ સુધી પહોંચી હતી. તેમજ જે નંબર પરથી ઉધોગપતિઓને કોલ કરવામાં આવે છે તે નંબરને ટ્રુ કોલરમાં ચકાસવામાં આવતા M V લખાઈને આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો