શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ:અંકલેશ્વરની સરદાર પટેલ પ્રાથમીક સ્કૂલના આચાર્યની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરારી બાપુ દ્વારા દર વર્ષે રાજ્યના તમામ જિલ્લામાંથી એક શિક્ષકની પસંદગી કરવામાં આવે છે

અંકલેશ્વરના જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી સરદાર પટેલ પ્રાથમીક સ્કૂલના મુખ્ય શિક્ષિકાને ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ 2021 માટે પસંદગી કરવામાં આવી છે. દર વર્ષે મોરારી બાપુ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાંથઈ એક શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ભરૂચ જિલ્લામાથી સરદાર પટેલ પ્રાથમીક સ્કૂલના આચાર્ય ભક્તિબેન કોસમિયાની પસંદગી કરાઈ છે.

દર વર્ષે સંત મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક વિજેતા એવોર્ડથી વિવિધ જિલ્લાઓના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા ચિત્રકૂટ પારિતોષિક વિજેતા એવોર્ડ-2021 માટેની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી સરદાર પટેલ પ્રાથમીક સ્કૂલના મુખ્ય શિક્ષિકા ભક્તિ નરેન્દ્રસિંહ કોસમિયાની જિલ્લામાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે, ત્યારે તેઓને 11મી મેના રોજ સંત મોરારજીબાપુ દ્વારા આયોજિત ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શિક્ષિકાએ આ એવોર્ડ બદલ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ અને સંત મોરારીબાપુનો આભાર વ્યક્ત કરી બાપુના આશીર્વાદ મેળવવા અંગેની ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...