મગણાદ ગામમાં 5 ફુટ લાંબો મગર ઘુસી ગયો:મગણાદમાં મગરને જોઇ પશુઓની દોડધામથી લોકોના જીવ બચ્યાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો ઘરની બહાર ખાટલો ઢાળીને સૂતા હતાં

જંબુસર તાલુકાના મગણાદ ગામમાં રહેણાંક વિસ્તારમાં 5 ફુટ લાંબો મગર ઘુસી ગયો હતો. મગરને જોઇ વાછરડાએ દોડધામ કરતાં નજીકમાં ખાટલા પર સુઇ રહેલાં ગામલોકો જાગી જતાં તેઓ મગરના હુમલાથી બચી ગયાં હતાં. જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં અનેક મગરમચ્છો વસવાટ કરી રહયાં છે. ઘણી વખત તેઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી જતાં હોય છે.

ગત રાત્રિના સુમારે મગણાદ ગામમાં 5 ફુટ લાંબો મગર આવી ચઢયો હતો.મોટા વાંટા વિસ્તારમાં રહેતા ભારતસિંહ રાજના ઘર સામે આવી પડતા આંગણામાં બાંધેલી ગાય અને વાછરડાએ દોડધામ મચાવી દીધી હતી.પાલતું પશુઓની દોડધામથી નજીકમાં ખાટલો ઢાળી સુઇ રહેલાં લોકો જાગી ગયાં હતાં.

તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં વિશાળકાય મગર જોવા મળ્યો હતો. ગામમાં રહેતાં મનોજ અને રોહિત નામના ઝાંબાઝ યુવાનોએ મગર ઉપર ગોદડુ નાખી તેને બાંધી દીધો હતો.સવારમાં જંબુસર રેન્જ વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે મગરનો કબજો મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...