તપાસ:આમોદના ના.મામલતદારના ક્વાટર્સમાં એસીબી ટીમનું સર્ચ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારની સંડોવણીની પણ તપાસ થશે
  • લાંચ કેસની તપાસ ભરૂચ ACBને સોંપાઇ

આમોદ તાલુકાના એક વતનીએ તેમના મિત્રને વર્ષ 2018માં જમીન વેચી હોઇ તેની એન્ટ્રી પડાવવા તેઓ મામલતદાર કચેરીમાં ધક્કા ખાતા હતાં.ત્યારે નાયબ મામલતદાર ચિરાગ ડોડિયાએ તેમનું કામ પતાવી આપવા રૂા.20 હજારની માંગી હતી. જોકે બાદમાં 10,500માં સોદો નક્કી થયો હતો. પરંતુ શખ્સે વડોદરા એસીબીમાં ફરિયાદ કરતા બુધવારે છટકું ગોઠવી એસીબીએ નાયબ મામલતદારને રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. નાયબ મામલતદારના મામલાની તપાસ ભરૂચ એસીબીની ટીમને સોંપાતા ટીમે ગુરુવારે આમોદના મકાનમાં સર્ચ કરતાં 10 હજાર મળ્યાં હતાં. હજુ તેમના અમદાવાદના મેઘાણીનગરના મકાનમાં પણ તપાસ કરાશે.તેમનો કોવિડ-19 રિપોર્ટના આવ્યાં બાદ રિમાન્ડની કાર્યવાહી થશે. ઉપરાંત મામલામાં મામલતદાર જે. ડી. પટેલની સંડોવણી પણ તપાસવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...