તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી - 2021 નો કાર્યક્રમ જાહેર થયેલો છે અને તે મુજબ ભરૂચ જિલ્લામાં મતદાનની 28 ફેબ્રુઆરીએ મતદાન તેમજ 2જી માર્ચે મતગણતરી કરવા નક્કી કરવામાં આવનાર છે.આ મત ગણતરી શહેરમાં આવેલા કે.જે.પોલિટેક્નિક ખાતે યોજનાર છે.તેની સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહી છે.
ત્યારે આ સમય દરમિયાન સુલેહ શાંતિ જળવાય રહે ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર મત ગણતરી સ્થળનાં બિલ્ડીંગના કમ્પાઉન્ડની દિવાલની આજુબાજુના 100 મીટર ઘેરાવામાં ચારથી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર તેમજ મોબાઈલ તથા સેલ્યુલર ફોન લઈને હરવા ફરવાની કે પ્રવેશ કરવા કે તેનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ફરમાવ્યો છે.
વધુમાં રાજ્ય ચૂંટણી આયોગના (COVID-19) મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ ચૂંટણી સંચાલન અન્વયે મતગણતરી અંગે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું છે. સરકારી અધિકારી-કર્મીઓ તથા પોલીસ અધિકારી/કર્મચારી કે જે ચૂંટણી મતગણતરી અંગેની ફરજ ઉપર હોય અને ગણતરીની વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય તેમજ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, પોલીસ અધિક્ષક દ્વારા અધિકૃત કરેલા વ્યક્તિઓને ઉપરોક્ત પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમની મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.
ઈવીએમ મશીનો ચેકીંગ કરી સ્ટ્રોંગ રૂમમાં સીલ
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી 28 મી ફેબ્રુઆરીએ યોજાનાર છે.જેને લઇને વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. કે.જે.ચોક્સી પોલિટેક્નિક ખાતે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મશીનોમાં બેટરી નાખીને ચેક કરીને સિલ કરીને કોલેજના સ્ટોન્ગ રૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં સીલ કરી દેવાયા છે. જે ઈવીએમ મશીનો ચૂંટણીના એક દિવસ પહેલા પ્રિસાઇડીંગ ઓફિસરની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તેમના બુથ મથક સુધી પહોંચાડવામાં આવશે.
ભરૂચ શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી ફરજમાં જોડાયેલા 177 હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયયા ચાલી રહી છે. ત્યારે સોમવારે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે દિવસ પહેલાં ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેતા હોમગાર્ડ જવાનો માટે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં નર્મદા એપાર્ટમેન્ટની સામે આવેલા આયોજન ભવન ખાતે પ્રાંત અધિકારી એન.ડી.પ્રજાપતિની હાજરીમાં શહેર નગરપાલિકા વિસ્તારના કુલ 177 હોમગાર્ડ ભાઈઓ-બહેનો પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું.જેમાં કોઈ પણ જામનગરમાં બનેલી ઘટનાને પગલે કોઈ પણ ક્ષતિ ન થાય તે રીતેનું આયોજન કરાયું હતું. હોમગાર્ડના અધિકારી અધિકારીઓ સહીત હાજર રહ્યાં હતા. જેમાં તમામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.