તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:અંકલેશ્વર ખાતે અન્સાર માર્કેટમાં ભંગારના વેપારીએ કચરામાં આગ લગાવી, આસપાસના રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેમિકલયુક્ત કચરાને કોઈ ભંગારીયા દ્વારા આગ લગાડવામાં આવી

અંકલેશ્વર ખાતે આવેલ અન્સાર માર્કેટમાં ભંગારના વ્યાપાર સાથે સંકળાયેલ અનેક વેપારીઓ છે. પરંતુ કેટલાક વેપારીઓ નિયમોને નેવે મુકીને કેમિકલયુક્ત કચરાનો પણ નિકાલ કરી રહ્યા છે. ત્યારે આજરોજ બપોરના અરસામાં ખુલ્લા મેદાનમાં કેમિકલયુક્ત કચરાને કોઈ ભંગારીયા દ્વારા આગ લગાવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા આવા ભંગારીયાઓ સામે કડક પગલા ભરાય તે ઇચ્છનીય

જેના પગલે આસપાસના રહીશોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અને વાતાવરણમાં પ્રદુષણ ફેલાયું હતું. આમ પણ અંકલેસ્વરનું એર ક્વોલિટી ઇનડેક્સ છેલ્લા કેટલાય સમયથી ઉંચો રહે છે. અને હવાની ગુણવત્તાનું સ્તર ખરાબ નોધાઈ રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આવા ભંગારીયાઓ સામે કડક પગલા ભરાય તે ઇચ્છનીય છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગ આવી ઘટનાઓને અત્યંત ગંભીરતા પૂર્વક લઇ આવા તત્વો સામે લાલ આંખ કરે તે અત્યંત જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્થળ પર ભંગરિયા દ્વારા આગ લગાડવામાં આવી હતી. ત્યાં અનેક પશુઓ પણ ફરતા હોય છે. ત્યારે તેમના જીવ પણ જોખમમાં મુકાવવાની શક્યતાઓ નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો