શિક્ષણકાર્ય:નર્મદામાં 100 દિવસ સુધી શાળાઓ 1 કલાક વહેલી શરૂ થશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 135 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉપચારાત્મક કાર્ય અને પરિક્ષાલક્ષી પુનરાવર્તન કરાવાશે
  • રાજ્યના​​​​​​​ શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રનો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આચાર્ય સંઘ સાથે ચર્ચા બાદ અમલ

કોરોનાને કારણે છેલ્લા પોણા બે વર્ષથી શિક્ષણકાર્ય બંધ રહ્યા બાદ શાળાઓ તબક્કાવાર શરૂ થઈ છે. 1 ડિસેમ્બરથી શાળામાં તમામ વર્ગો શરૂ થયા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ અગાઉ એક જાહેરાત સાથે પરિપત્ર જારી કર્યો હતો. જેમાં શાળાઓ 100 દિવસનું શ્રમદાન આપી દરરોજ વધારાનો 1 કલાક શિક્ષણકાર્ય કરશે.

આ પરિપત્ર અંતર્ગત તારીખ 16 ડિસેમ્બરથી નર્મદા જીલ્લાની આશરે 135 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોરોનાના સમયે શૈક્ષણિક કાર્ય બંધ હતું. તેના વળતર અને બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુસર નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલના આદેશ અનુસાર શાળાઓ 100 દિવસ સુધી એક કલાક વહેલી શરુ થશે. જે અંતર્ગત સવારે 9.30થી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ધમધમતું થયુ છે.

ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર ગત વર્ષે શાળાઓમાં કોવિડ મહામારીને કારણે શૈક્ષણિક કાર્ય શાળાઓમાં બંધ હતું જેના કારણે સરકારના આદેશ અનુસાર 15 ડિસેમ્બરના રોજ જીલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલે વીડિયો કોન્ફરન્સ કરી જીલ્લાના તમામ આચાર્યોને પરિપત્રથી માહિતગાર કર્યા હતા. દરરોજ એક કલાક શાળામાં વધારાનો સમય આપી ઉપચારાત્મક કાર્ય અને પરિક્ષાલક્ષી પુનરાવર્તન અભ્યાસ કરાવી બાળકોને શૈક્ષણિક કાર્યમાં પ્રોત્સાહન મળે. આ અંગે નર્મદા જીલ્લા આચાર્ય સંઘના પ્રમુખ યોગેશ ભાલાણી સાથે જીલ્લા શિક્ષણાધીકારીએ સંકલન કરી આયોજન બાબતે પૃચ્છા કરી હતી. શિક્ષણ વિભાગ અને અધિકારીઓના આદેશના પગલે તમામ શાળાઓ એક કલાક વહેલી 9.30 કલાકથી ધમધમી હતી.

અન્ય સમાચારો પણ છે...