તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગની આગાહી:ભરૂચમાં સપ્તાહભર છુટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આગામી બુધ, ગુરૂ, શુક્રવારે વરસાદી માહોલ જામશે

ભરૂચ જિલ્લામાં સામાન્યત: 20 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે. જોકે, આ વર્ષે મેઘરાજાએ સમય કરતાં વહેલાં જ એન્ટ્રી કરી લીધી હોય તેમ લાગી રહ્યું છે. ગત સપ્તાહમાં ત્રણ દિવસ છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેે બાદ હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહમાં પણ મેઘ મહેર યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

ભરૂચ જિલ્લામાં એક તરફ લોકો બપોરના સમયે ગરમી અને બફારાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે હવે, લોકો આકાશમાં થતાં વાદળો તરફ વહેલાં વરસાદની આશા સાથે મીટ માંડીને બેઠાં છે. ત્યારે ગત સપ્તાહમાં ત્રણેક દિવસ થયેલાં છુટાછવાયાં વરસાદી ઝાપટાઓના કારણે દિવસ દરમિયાન ગરમીથી ઉકળાટ વધ્યો હતો. દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી સપ્તાહભર જિલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડશે.

અન્ય સમાચારો પણ છે...