ક્રાઇમ:‘તું મસ્ત લાગે છે’ કહીને વીજ કર્મીએ સગીરાની છેડતી કરી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આમોદ પોલીસે છેડતી-પોસ્કો મુજબ ગુનો નોંધ્યો

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાકટ પર લાઈટ બિલ બનાવવાની કામગીરી કરતા પરવેઝ આલમ ઇસ્માઇલ ભોદર ઉંવ(૩૫) રહે. મકતમપુર ભરૂચનાએ આમોદમાં રહેતા એક મકાનમાં લાઈટ બિલ બનાવવા માટે ગયો હતો. જ્યાં તેણે વીજ મીટરનું રીડિંગ જોઈ લાઈટ બિલ સગીરાને આપ્યું હતું.ત્યાર બાદ પાણી પીવા માટે માંગતા સગીરાએ પાણી આપ્યું હતું અને પાણી પીધું હતું ત્યાર બાદ પણ તેઓ ઘરે જ ઉભા રહ્યા હતા અને એકલી રહેલી સગીરાને તું મસ્ત લાગે છે તું બહુ ગમે છે કહી હાથ પકડી છેડતી કરી હતી.

જેથી સગીરાએ બુમાબુમ કરતા પરવેઝ આલમ ઇસ્માઇલ ભોદર ભાગી ગયો હતો અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને સગીરા તેના સામે ઘરે રહેતા મોટા પપ્પાના ઘરે જતી રહી હતી. તેના પપ્પા સહિતના લોકો ઘરે આવી જતાં સાથે આવી ફરિયાદ નોંધાવી હતી.આમોદ પોલીસે છેડતી તેમજ પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. જેની તપાસ જંબુસરના ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...