• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Satsang Bhajan And Maha Prasadi Organized By Sanatan Dharma Parivar On The Auspicious Occasion Of Sharad Purnima At Borbhatha, Bharuch

ઉજવણી:ભરૂચના બોરભાઠા ખાતે શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે સનાતન ધર્મ પરીવાર દ્વારા સત્સંગ-ભજન અને મહા-પ્રસાદીનું આયોજન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સનાતન ધર્મના ગાદીપતિએ લોકોને વ્યસન મુક્તિ અને આઘ્યમિક જીવન જીવવા પર ભાર મૂકીને આર્શીવચન આપ્યું
  • કોરોના કાળમાં મૃત્યુ પામેલાઓને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી

ભરૂચના બોરભાઠા ખાતે શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે સનાતન ધર્મ પરીવાર દ્વારા સત્સંગ-ભજન અને મહા- પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હજાર રહ્યા હતાં.

આ કાર્યક્રમની શરૂઆત પહેલા સનાતન ધર્મ પરિવારના સભ્યોએ મીણબત્તી પ્રગટાવી કોરોના કાળમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યોને અને પરિવાર બહારના માટે પણ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે સમાજના અને હાજર મહાનુભાવોનું સન્માન સનાતન ધર્મ પરિવારના સભ્ય અને સમાજીક કાર્યકર ધનજી પરમાર અને બળદેવ આહીર દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુએ લોકોને વ્યસન મુક્તિ અને આઘ્યમિક જીવન જીવવા પર ભાર મૂકીને આર્શીવચન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...