તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ખાનપુર દેહ ગામના સરપંચને હોદ્દા પરથી ફરજ મોકૂફ કરાયા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ 1.40 લાખની લાંચ લેતાં એસીબીમાં ઝડપાયાં હતાં

જંબુસર તાલુકાનાં ખાનપુર દેહ ગામના સરપંચ વિરૂધ્ધ ભરૂચ એસીબીમાં ગુન્હો નોંધાયો હતો ફરિયાદના ગુના અન્વયે ચાલતી કાર્યવાહીની આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અથવા ગ્રામપંચાયતની અવધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય તે મુદત દરમ્યાન સરપંચને હોદ્દા પરથી ફરજ મોકુફ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કરતા તાલુકાના સરપંચોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જંબુસરના ખાનપુર દેહ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા માટી મેટલ તેમજ સીસી રોડના કામો કરેલા હતા જે કામો પૈકી રૂ 1.65 લાખનું બિલ કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામ પંચાયત ખાનપુર ખાતે મુકતા તલાટીએ તે બીલનો ચેક બનાવી સહી કરીને સરપંચ અબ્દુલરશીદ સુલેમાન પટેલની સહી કરાવી લેવા જણાવેલ જેથી કોન્ટ્રાક્ટર તે ચેક ઉપર સરપંચની સહી કરાવવા જતાં કોન્ટ્રાક્ટર પાસે અગાઉના તથા હાલના કામના બીલ મળી કુલ 1.40ની લાંચની માગણી કરેલી જેથી કોન્ટ્રાકટરે એસીબીને જાણ કરી લાંચનું છટકું ગોઠવી તારીખ 22 એપ્રિલે એસીબીના છટકામાં ઝડપાતાં ભરૂચ એસીબી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આરોપીઓની અટક કરવામાં આવેલ. આ પ્રકરણની ગંભીરતા જોતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 ( 1) ની જોગવાઇઓ અન્વયે તેમની સામે નોંધાયેલ પોલીસ ફરિયાદના ગુન્હા અન્વયે ચાલતી કાર્યવાહીનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અગર ગ્રામપંચાયતની અવધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલું હોય તે મુદત દરમ્યાન હાલના સરપંચના હોદ્દા પરથી ફરજ મોકુફ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...