કાલે ચૂંટણી છે અને આજે સરપંચનનો જનાજો નીકળ્યો:4 ટર્મથી બિનહરીફ ચૂંટાતા ભરૂચના બંબુસરના સરપંચનું નમાઝ પઢતી વખતે જ હાર્ટ એટેકથી નિધન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના લોકો 4 ટર્મથી 54 વર્ષીય સરપંચને બિનહરીફ ચૂંટતા હતાં
  • 20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયું હતું
  • મૃતક સરપંચે આ વખતે પણ નોંધાવી હતી ઉમેદવારી, ગામમાં શોકનો માહોલ

ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પહેલા જ કરુણાંતિકા સર્જાઈ છે. છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભરૂચ તાલુકાનું બંબુસર ગામ 1200 લોકોની વસતિ ધરાવે છે. ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો 4 ટર્મથી 54 વર્ષીય ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને ગામમાં અનેક વિકાસના કામો પણ તેમણે કર્યા છે.

જો કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં. 20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયું હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનારા ઉસ્માનભાઈ શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. જ્યાં નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો. તે પહેલા જ સરપંચ પદના ઉમેદવારના નિધનથી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...