વિવાદ:ઝઘડિયા ના એક ગામની સગીરાને‎ લગ્નની લાલચે યુવાન ભગાડી ગયો‎

ઝઘડિયા‎16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રીને પરત લેવા ગયેલા પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો

ઝઘડીયા તાલુકાનો એક ગામ નો પરિવાર છૂટક મજૂરી તથા ઘરકામ કરી તેમના પરિવારનો ગુજરાત ચલાવે છે. આ પરિવારની એક સગીર યુવતીને ગત તા.૬.૧૧.૨૧ ના રોજ કુંવરપુરા ગામનો નરેશ ગણપત વસાવા નામનો યુવક પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ તેની સગીર પુત્રીને કોણ ભગાડી ગયો છે તેની તપાસ કરતા કુંવરપુરા ગામનો નરેશ તેમની પુત્રીને મોટરસાયકલ પર બેસાડી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ગત ૧૬.૧૧.૨૧ ના રોજ સગીરાના પરિવારજનો કુંવરપુરા ગામે નરેશ ના ઘરે ગયા હતા ત્યારે તેનુ ઘર બંધ હતું અને જાણવા મળ્યું હતું કે નરેશ નો પરિવાર નરોલી તા. માંગરોલ ઈટના ભઠ્ઠા પર મજૂરી કરવા ગયા છે. સગીરાના પિતા તેજ દિવસે ઈંટોના ભઠ્ઠા પર તેની સગીર પુત્રી પરત લેવા માટે ગયા હતા. ઈટોના ભઠ્ઠા પર સગીરાને ભગાડી જનાર નરેશ ના પિતા ગણપતભાઇ તથા તેનો મોટો ભાઈ મળ્યા હતા.

સગીરાના પિતાએ તેમની સગીર પુત્રી પરત સોંપી દેવાની માંગણી કરી હતી, જેથી નરેશ ના પિતા ગણપતભાઇ તથા તેનો ભાઈ ઉશ્કેરાઈ જઈ સગીરાના પિતાને માં બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાના પિતાએ (૧) નરેશ ગણપત વસાવા (૨) ગણેશ ગણપત વસાવા (૩) ગણપત વસાવા ત્રણે રહે. કુંવરપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...