સમસ્યા:વર્લ્ડ બેંકની લોનથી બનેલો સેફ કોરીડોર વાહનચાલકો માટે અનસેફ

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મઢુલી સર્કલ નજીક સ્પીડ બ્રેકર બનાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ. - Divya Bhaskar
મઢુલી સર્કલ નજીક સ્પીડ બ્રેકર બનાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ.
  • થોડા સમય પહેલા જૂના નંદેલાવ બ્રિજનો ફૂટપાથ તૂટ્યો હતો

ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ સુધીનો આશરે 10 કીમીનો રસ્તો વર્લ્ડ બેંકની લોનમાંથી સેફ કોરીડોર તરીકે વિકસાવવામાં આવ્યો છે પણ આ કોરીડોરમાં જ ટુંકા ગાળામાં લકઝરી બસની ટકકરે બાળકી સહિત બે લોકોના મોત થઇ ચુકયાં છે.

નર્મદા ચોકડીથી દેહગામ સુધીના રોડને સેફ કોરીડોર અંતર્ગત ટ્રાફિક સિગ્નલ, સાઇન બોર્ડ તથા રોડની બંને તરફ રેલિંગ લગાડવામાં આવી છે. એબીસી ચોકડીથી મઢુલી સર્કલ તરફ આવતાં બ્રિજનો કેટલોક હિસ્સો થોડા દિવસો પહેલાં તુટી પડયો હતો. આ ઉપરાંત આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે. મઢુલી સર્કલ પાસે સ્પીડબ્રેકર નહિ હોવાથી અકસ્માતના બનાવો બનતાં હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.

તાત્કાલિક અસરથી સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યાં
અકસ્માતની ઘટના બાદ લોકોએ ચકકાજામ કરી દીધો હતો. અકસ્માત બાદ લોકોએ પોલીસ વિભાગને ઉગ્ર રજુઆત કરી હતી. પોલીસે પહેલાં બેરીકેડ મુકયાં હતાં અને બાદમાં સ્પીડબ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

પોલીસ પોઇન્ટ વધારવામાં આવે તેવી માગ
મઢુલી સર્કલ પાસે દહેજ જીઆઇડીસીમાં અવરજવર કરતી સેંકડો બસો ઉભી રહે છે. આ બસોના ડ્રાયવરો તેમના વાહન ગફલતભરી રીતે હંકારે છે. આ રોડ પર શાળાઓ તેમજ રહેણાંક વિસ્તાર આવેલો છે. વાહનોની અવરજવર વધતાં હવે વધારે ટ્રાફિક પોઇન્ટની જરૂરીયાત છે. - જીતુ પ્રજાપતિ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...