નોંધણી માટે ધસારો:જન્મ-મરણ અને લગ્ન નોંધણી માટે ધસારો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ નગરપાલિકા કર્મચારીઓની ભરતી કરતી ન હોવાનો વિપક્ષનો આક્ષેપ

ભરૂચ નગરપાલિકાના જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગમાં કર્મીઓની અછતના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે વિપક્ષના નેતાએ લોકહિતમાં પાલિકા દ્વારા વહેલી તકે ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માગ કરી હતી. ઉપરાંત જો તેમ નહીં થાય તો વિપક્ષ જાતે કચેરીમાં લોકહિતમાં કામગીરી માટે બેસી અનોખી રીતે વિરોધ કરશે.

ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંય સમયથી પાલિકામાં ભરતી પ્રક્રિયા થઇ ન હોવાને કારણે કર્મીઓના અભાવ વચ્ચે પાલિકાની કામગીરી પર અસર પડી રહી છે. પાલિકામાં જન્મ-મરણના તેમજ લગ્ન નોંધણીના દાખલા માટે સૌથી વધુ લોકોની અરજી થતી હોય છે.

ત્યારે આ વિભાગમાં કર્મીઓની અછતને કારણે શહેરીજનોને મારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઓછા સ્ટાફને લઇને કામગીરીમાં વિલંબ આવતી હોઇ લોકોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવે તે જરૂરી બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, પાલિક પ્રમુખને વહેલીતકે ભરતી પ્રક્રિયા કરવામાં આવે તે માટે રજૂઆત કરી છે. ઉપરાંત જો, તેમ નહીં થાય તો વિપક્ષના કાર્યકરો જાતે જ લોકહિત માટે લોકોની વિવિધ પ્રકારની અરજીઓની નોંધણી કરવા માટે જે તે વિભાગમાં બેસી જશે તેવી ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...