ચોરી:દહેજની GACL કંપનીના પ્લોટમાં નિર્માણ પામી રહેલી ગેલેક્ષી IEC ઈન્ડિયા કંપનીમાંથી રૂ. 17.98નો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાન્ટમાં મુકેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી રૂ. 17.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
  • ચોરી અંગે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

દહેજની જી.એ.સી.એલ. કંપનીના પ્લોટમાં બાંધકામ કરી રહેલ ગેલેક્ષી આઈ.ઇ.સી.ઈન્ડિયાના સામાનને તસ્કરોએ નિશાન બનાવી કંપનીના કમ્પાઉન્ડમાં રહેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી રૂ. 17.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

દહેજ જી॰આઈ.ડી.સી.માં જી.એ.સી.એલ. કંપનીના પ્લોટ નંબર-સી.એચ.-17માં નવા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. જે પ્લાન્ટનું ઇન્સ્ટુમેન્ટ ઇંટોલેશન,કેબલ ટ્રે વર્ક,ટ્યુબિંગ વર્ક અને ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ વર્ક કરવા માટે ગેલેક્ષી આઈ.ઇ.સી.ઈન્ડિયા કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ગત તારીખ-25-5-21 બાંધકામ શરૂ કર્યું છે કંપનીના કમ્પાઉન્ડ ખાતે અલગ અલગ પ્રકારના 13 ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમ મૂકવામાં આવ્યા છે .

કેબલમાંથી પાઇપ રેકમાં લગાવવાનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન ગત તારીખ-28-6-21ના રોજથી 9મી ઓગસ્ટના રોજ સુધીમાં તસ્કરોએ કંપનીને નિશાન બનાવી હતી અને કંપનીના કમ્પાઉન્ડમાં રહેલ 13 ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમ પૈકી સાત ડ્રમમાંથી 4854 મીટર કેબલ મળી કુલ 17.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ કંપનીના એક્ઝિક્યુટિવને થતાં તેઓએ દહેજ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...