મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDCને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ સૂચન સાથે દિશાનિર્દેશો આપ્યા છે.
પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા
CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની 98મી બોર્ડ મિટીંગ આજે ગુરૂવારે ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતા સૂચનો આપ્યા હતા.
98મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરો પણ હાજર રહ્યા
માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે સહિતના પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. CM એ આ સંદર્ભમાં GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ સૂચન કર્યુ હતું. આ 98મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલની સરકારના પેહલા બજેટમાં જ એક્સેસ કંટ્રોલ્ડ ભરૂચ-દહેજ એક્સપ્રેસ વેની જાહેરાત કરી રૂપિયા 160 કરોડની જોગવાઈ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.