ઉદ્યોગ માટે સાનુકૂળ બજેટ:ઉદ્યોગો માટે રૂ. 7030 કરોડની જોગવાઈ, દરિયામાં ઈન્ફ્લુઅન્ટ લઈ જવાની લાઈન માટે રૂ.400 કરોડ

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ બાયપાસની ટ્રાફિક સમસ્યાને હલ કરવા 2 કિમી લાંબા એલિવેટેડ બ્રિજ માટે 400 કરોડની ફાળવણી, ભાડભૂત બેરેજ માટે 1240 કરોડની જોગવાઈ
  • પ્રોફેશનલ ટેક્સમાં રાહત મળતાં ઉદ્યોગકારો માટે સૌથી વધુ ફાયદાકારક હોવાનું અંકલેશ્વર ઉદ્યોગજગતના અગ્રણીઓનો મત, સરકારના બજેટને આવકાર્યું

ગુજરાતનું આજે વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં ભરૂચ અને નર્મદા જિલ્લાને ₹2782 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સરદાર સરોવર નર્મદા યોજના માટે ₹6090 કરોડની જાહેરાત કરવામાં આવી છે. CM ભુપેન્દ્ર પટેલની સરકારનું પહેલું બજેટ નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે રજૂ કર્યું હતું. બજેટમાં PM નરેન્દ્ર મોદીના ભરૂચ અને નર્મદા જિલ્લાના ડ્રિમ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટોને યથાયોગ્ય સ્થાન અપાયું છે.ભરૂચ શહેર અને જિલ્લાની 16 લાખ જેટલી જનતા માટે સૌથી અગત્યના નર્મદા નદીના મીઠા જળ છે. જે માટે ભાડભુત બેરેજ યોજના ₹5322 કરોડના ખર્ચે ભરૂચમાં આકાર લઈ રહી છે.

આ બજેટમાં પણ ભાડભૂત બેરેજ માટે ₹1240 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉદ્યોગોના ઇન્ફ્યુન્ટને દરિયામાં ઠાલવા માટે પાઇપ લાઈન નાંખવા 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરતા ઉદ્યોગકારોએ આવકારી હતી. સાથે પ્રોફેશનલ ટેક્સમાં રાહત ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે સૌથી વધુ ફાયદાકારક હોવાનું ઉદ્યોગજગતના સૂર વ્યક્ત કર્યો હતો.

ભરૂચમાં એલિવેટેડ બ્રિજ માટે 400 કરોડ
ભરૂચ શહેર માટે સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિકની સમસ્યાનો છે. જે માટે હાલમાં જ MLA દુષ્યંત પટેલના પ્રયાસથી રાજ્ય સરકારે જંબુસર બાયપાસથી ABC સર્કલને જોડતો એલિવેટેડ બ્રિજ મંજુર કર્યો હતો. શ્રવણ ચોકડી ઉપર 2 કિમી લાંબા એલિવેટેડ બ્રિજ માટે આ બજેટમાં ₹400 કરોડની જોગવાઈ કરાઈ છે.

બજેટમાં પ્રોફેશનલ ટેક્સમાં છૂટ અપાતાં ઉદ્યોગોને રાહત રાજ્ય સરકારમાં દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં પ્રોફેશન ટેક્સ રાહત તેમજ ઈન્ફ્લુઅન્સ પાઇપ લાઈન જોગવાઈ સૌથી મોટી રાહત આપી છે. ઈન્ફ્લુઅન્સ પાઇપ લાઈન માટે 470 કરોડ ઉપરાંત ની જોગવાઈ કરી છે વધુ જરૂર પડશે તો રાજ્ય ની ભુપેન્દ્ર પટેલ ની સરકાર તે પણ પુરી પાડશે તેવો મને વિશ્વાસ છે. પર્યાવરણની જાણવાની સાથે સાથે સરકાર દ્વારા ઉદ્યોગો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા કરવામાં જોગવાઈ તેમજ તમામ ક્ષેત્રે કરવામાં આવેલ જાહેરાત આવકાર દાયક છે. - રમેશ ગાભણી, પ્રમુખ, એ.આઈ.એ અંકલેશ્વર.

પાઈપ લાઈનેની જોગવાઇ આવકારદાયક
ઉદ્યોગોના પ્રદુષિત પાણી ને પાઇપ લાઈન મારફતે દરિયા માં નિકાલ કરવા માટે ઈન્ફ્લુઅન્સ પાઇપ લાઈન જોગવાઈ જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તે સૌથી આવકારદાયક બાબત છે. આના થી પર્યાવરણ ની જાણવાની સાથે સાથે ઉદ્યોગ ના કનડગત પ્રશ્ન નું પણ જલ્દી નિરાકરણ આવશે. - બી.એસ.પટેલ, પ્રમુખ, પી.આઈ.એ.

GIDCમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે
રાજ્યના બજેટમાં ઉદ્યોગો ના વિકાસ માટે 7030 કરોડની ફાળવણી કરવામાં આવી છે.તેના થી જીઆઇડીસી માં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ થશે અને ઉદ્યોગો આંતર રાષ્ટ્રીય સ્તરે હરણફાળ ભરી શકશે. > બળદેવ પ્રજાપતિ, રાષ્ટ્રીય અધ્યક્ષ લઘુઉદ્યોગ ભારતી.

એકતા નગરના વિકાસ માટે 652 કરોડ ફાળવ્યા, 100 બેડની હોસ્પિટલ બનશે
સ્ટેચ્યુ દિન પ્રતિદિન પ્રવાસીઓ માટે આકર્ષણ વધતું જાય છે દર વર્ષે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવે ને નવા પ્રોજેક્ટો જુવે છે દર વર્ષે 200 થી 300 કરોડના પ્રોજેક્ટો કેવડિયામાં ડેવલોપ કરવામાં આવે છે આને કારણે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધી 78 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ નોંધાયા છે. આ વખતના ગુજરાત સરકારના બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેન્દ્ર સ્થાને રહ્યુ હતુ. ગુજરાતના બજેટમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે 652 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરમાં ટ્રોમાં સેન્ટર સાથે 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું પણ એકતાનગરમાં નિર્માણ કરાશે. ગુજરાત સરકારે જાહેર કરેલા બજેટમાં એકતા નગર તથા ગરુડેશ્વરના 52 ગામોને ભારતનેટ ફેઝ -2 પ્રોજેક્ટ હેઠળ હાઇ – સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.એકતા નગર વિકાસની વિવિધ કામગીરીઓ માટે 652 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા, મહાગુજરાત ચળવળ, રાજ્યના સર્જન અને વિકાસગાથા પ્રત્યે જાગૃતિ લાવવા ગુજરાત વંદના મ્યુઝિયમના નિર્માણનું આયોજન છે. નાગરિક ઉડ્ડયન સી – પ્લેન સેવાઓ માટે વોટર એરોડ્રામ અને આનુષંગિક સગવડો વિકસાવવા તેમજ દ્વારકા ખાતે નવું એરપોર્ટ માટે 19 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...