તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડફાટ:આમોદના ખખડધજ માર્ગો પર રોડ સેફટીના નામે રૂ 30 લાખનો વેડફાટ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડ સેફટીના નબળા કામ બાબતે પાલિકાના પદાધિકારીઓ કઈ જ બોલવા તૈયાર નથી

આમોદ નગરપાલિકામાં વિકાસના અનેક કામો કરવામાં આવે છે ત્યારે આમોદ નગરપાલિકાએ હાલમાં રોડ સેફટીના કામે ૩૦ લાખના ખર્ચે આમોદના મુખ્ય રોડ ઉપર થર્મોપ્લાસ્ટીકના સફેદ પટ્ટા લગાડી કેટ આઈ લગાડી દેતા નગરજનોમાં અચરજ ફેલાયું હતું.

આમોદ નગરપાલિકામાં વર્ષ 2019-20ની મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ભારે વરસાદથી નુકશાન પામેલ રસ્તા રીપેરીંગ ગ્રાન્ટ હેઠળ આમોદ વિસ્તારમાં રોડ સેફટીના કામે આમોદ નગરમાં રોડની સાઈડમાં તેમજ રોડ ઉપર થર્મોપ્લાસ્ટીકના સફેદ પટ્ટા લગાડવાના, કેટ આઈ મુકવાના, રબરના સ્પીડ બ્રેકર મુકવાના તેમજ સાઈન બોર્ડ મુકવાના કામે આમોદ નગરમાં મુખ્ય માર્ગો ઉપર સફેદ પટ્ટા પાડવામાં આવ્યા હતા. તેમજ રોડ ઉપર કેટ આઈ લગાડવામાં આવ્યા હતા. જેથી આમોદ નગરજનોમાં અચરજ ફેલાયું હતું અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ પણ લોકોએ ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો